મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં નિષ્ફળ, બાળકો પુસ્તક વગર જઈ રહ્યા છે સ્કૂલે

રાજ્યની શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શાળાઓમાં જવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ

સુરેન્દ્રનગર: સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં નિષ્ફળ, બાળકો પુસ્તક વગર જઈ રહ્યા છે સ્કૂલે

રાજ્યની શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શાળાઓમાં જવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છો. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકોનો અભાવ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  ધોરણ 6થી ધોરણ - 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વગર જ શાળાએ જઈ રહ્યા છે.

 પુસ્તકો આવતા ન હોવાનો ઘાટ સર્જાયો

ડેપો ઉપરથી જ પુસ્તકો આવતા ન હોવાનો ઘાટ સર્જાયો છે. હજુ 8 દિવસ સુધી પાઠ્યપુસ્તક સુરેન્દ્રનગરની બજારમાં આવે તેવી કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો: કાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા, સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતાં ઉતારી મોતને ઘાટ

સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં પણ નિષ્ફળ

ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સહિતના પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે..ઉલ્લેખનિય છે કે ભણશે ગુજરાતની વાતો કરતી સરકારનું શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક પહોંચાડવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે.

આ સમાચાર શેર કરો