VIDEO:"ચૈતર વસાવા નહીં ઝૂકે" : સજા બાદ કાર્યકરોનો સરકાર સામે હલ્લાબોલ
સોર્સ : GSTV
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ૯ લોકોને કોર્ટે ૭ વર્ષની સજા અને ₹૨૫,૦૦વાર્ષિક દંડ ફટકારતાં સુરેન્દ્રનગરમાં આપ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ વિવાદ ડેડિયાપાડામાં જંગલની જમીન ખેડવા બાબતે થયો હતો.આપ નેતાઓનો આક્ષેપ છે કે ચૈતર વસાવા ભાજપમાં ન જોડાયા હોવાથી તેમને ખોટા કેસમાં ફસાવીને આ સજા કરાઈ છે. જમીન, જળ અને જંગલના અધિકારો માટે લડતા આદિવાસી નેતા સાથે અન્યાય થયો હોવાનું જણાવતા કાર્યકરોએ ઉમેર્યું કે "ચૈતર વસાવા નહીં ઝૂકે". આ મુદ્દે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાનૂની લડત ચલાવવાનો હુંકાર કરાયો છે.

