ચુડાના સમઢીયાળા ગામે 10 જેટલા જુગારીઓ સામે કાર્યવાહી, AAP કાર્યકર એક જ મહિનામાં બીજી વખત પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ચાલતા જુગારગામ ઉપર સુરેન્દ્રનગરની LCB ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 10 જેટલા જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડા પાડી જુગારધામ ઝડપી લીધું છે. જેમાં 4.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
10 જુગારીઓ સામે કાર્યવાહી, બે ફરાર
LCB ટીમ દ્વારા હરેશ મુંધવા, કુલદીપભાઈ સિંધવ, અતુલ વેગડ, સંજયભાઈ હાડગડા, સંદીપભાઈ વડોદરા, કમલેશ પરમાર, કરણભાઈ મારુડા, બાબુભાઈ ચંદુભાઈ રાઠોડ તેમજ પરેશભાઈ વાઘેલા સહિત 10 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. વનરાજ દેવાયતભાઈ ખાચર તેમજ વિશાલ ખોડાભાઈ બોહરીયા ફરાર થતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર અતુલ વેગડ અને મહાનગરપાલિકાનો પણ કર્મચારી સમાવેશ થાય છે. અતુલ એક જ મહિનામાં બીજી વખત જુગાર રમતા ઝડપાયો છે.

