મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વિસ્તારમાં ખાતર ડેપો સંચાલકો સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વિસ્તારમાં ખાતર ડેપો સં

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વિસ્તારમાં ખાતર ડેપો સંચાલકો સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે NPK ખાતરની ખરીદી સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવામાં આવી રહ્યા છે. એક તરફ ખાતરની થેલીના ભાવમાં આશરે 700 રૂપિયાનો વધારો થયો છે, ત્યારે બીજી તરફ જરૂર ન હોય તેવા ખાતરો પણ ખેડૂતોને બળજબરીથી લેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. ડેપો સંચાલકો દ્વારા મનમાની અને ફરિયાદોને અવગણવાના આક્ષેપો પણ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે આવી દાદાગીરીથી તેઓ પર આર્થિક બોજ વધ્યો છે. ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો