મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચુડા કન્યા છાત્રાલયમાં રાત્રિ ભોજન બાદ ૧૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય તંત્ર દોડતું થયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની કેજીબી વિદ્યાલયમાં અભ્યાસ

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની કેજીબી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 100થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રે બટાકાનું શાક, ખીર સહિતનો ખોરાક લીધા બાદ અનેક બાળાઓને ઊલટી, પેટમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાતા તાત્કાલિક ચુડા સરકારી હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ અને ખોરાકના નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ઘટનાના કારણ અંગે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો