Surendranagar news: આવાસ યોજનાના 500થી વધુ મકાનો ખાલી, આ કારણે લાભાર્થીઓ રહેવા માટે તૈયાર જ નથી
સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 500થી વધુ મકાનોમાં મહાનગરપાલિકા દ્

સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 500થી વધુ મકાનોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓના અભાવના કારણે લાભાર્થીઓ રહેવા તૈયાર નથી.આ યોજના હેઠળ બનાવાયેલા મકાનોમાં પીવાનું પાણી, સાફ-સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે લાભાર્થીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
મૂળ લાભાર્થીઓએ આ મકાનો ખાલી છોડી દીધા
આ પરિસ્થિતિમાં ઘણા મૂળ લાભાર્થીઓએ આ મકાનો ખાલી છોડી દીધા છે અને તેને ભાડે આપી દેવાની ફરિયાદો પણ સામે આવી છે. જોકે, 500થી વધુ પરિવારો હજુ પણ આ મકાનોમાં રહે છે, પરંતુ સુવિધાઓના અભાવે તેઓ પણ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સ્ટ્રીટ લાઇટની અછત
ખાસ કરીને, મહાનગરપાલિકા પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે, જ્યારે સાફ-સફાઈનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. સ્ટ્રીટ લાઇટની અછતને કારણે રાત્રિના સમયે રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે.






