મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: એક વર્ષમાં 50થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ગ્રામીણ વિસ્તારમાં મોટા પાયે ધર્માંતરણ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે&nb

Surendranagar news: એક વર્ષમાં 50થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ગ્રામીણ વિસ્તારમાં મોટા પાયે ધર્માંતરણ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 14 લોકોએ તેમના મૂળ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે, જેની અરજીઓ જિલ્લા પ્રશાસન દ્વારા મંજૂર કરવામાં આવી છે.

 વધુ 14 લોકોએ તેમના મૂળ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

આ ધર્માંતરણનું મુખ્ય કારણ ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત સમાજ પર થતા અત્યાચારો અને ભેદભાવની ઘટનાઓ ગણાવવામાં આવ્યું છે.

 સુરેન્દ્રનગરમાં એક વર્ષમાં ૫૦થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો

આક્ષેપો અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત સમાજના યુવકોને ઘોડે ચડવા, મૂછ રાખવા, પાણી ભરવા કે મંદિરમાં પ્રવેશવા જેવી બાબતોમાં પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. આવી અસ્પૃશ્યતા અને ભેદભાવના વિરોધમાં ખેડૂતો બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સુરેન્દ્રનગરમાં ૫૦થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. 

આ સમાચાર શેર કરો