મોટા સમાચાર / રાજ્યમાં વડાપ્રધાન મોદીની જનસભામાં ક્ષત્રિયો નહીં કરે વિરોધ
Surendranagar News Kshatriya samaj will not protest in PM Modi public meeting in Wadhwan | Lok Sabha Election 2024 : Lok Sabha Election 2024 : લોકસભા

Lok Sabha Election 2024 :
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી અને 2જી મે આ બે દિવસ 6 જનસભાઓ કરશે. હાલ રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિયો ભાજપના કાર્યક્રમો અને જનસભાઓમાં જઈને વિરોધ કરી રહ્યાં છે. પણ રાજ્યમાં વડાપ્રધાન મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ નહીં કરે. આ અંગે સંકલન સમિતિએ લેટર બહાર પાડ્યો છે.
ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ લેટર બહાર પાડ્યો છે કે રાજ્યમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ક્ષત્રિય સમાજ વિરોધ નહીં કરે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન કરવા અંગેનો લેટર બહાર પાડવામાં આવ્યો છે.
આ લેટર જાહેર કરવાની સાથે ગુજરાત રાજય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિએ તમામ ક્ષત્રિય સમાજને સુચનાઓ આપી છે કે કોઇની સુરક્ષા જોખમાઇ એવું કામ ક્ષત્રિય સમાજ નહીં કરે. જો કે ક્ષત્રિય સમાજનું આંદોલન રાબેતા મુજબ ચાલું રહેશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની 6 જનસભાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત આવવાના છે. બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે.
1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. આ સભા ડીસાના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2.30 વાગ્યે યોજાશે. ત્યારબાદ સાબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસસભા સાંજે 4.15 વાગ્યાની આસપાસ હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે થનારી છે.
2 મેના રોજ પીએમ મોદી આણંદ અને ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે 10 વાગ્યે સંબોધશે. ત્યારબાદે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે. બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે.
બપોરે 2.15 વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઇને વિજય વિશ્વાસ સભા સંબોધશે. જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે 4.15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધશે.








