સુરેન્દ્રનગરમાં ભત્રીજાએ કાકાની ફરસીના ઘા મારી કરી હત્યા, કાકી સાથે યુવાનના હતા પ્રેમ સંબંધ
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પરણિત કાકી સાથે યુવાનન

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પરણિત કાકી સાથે યુવાનના પ્રેમ સંબંધમાં સાયલા તાલુકાના મોટા ભડલા ગામે કૌટુંબિક ભત્રીજાએ ફરસીના ઘા ઝીંકીને કાકાની હત્યા કરી દીધી હતી. ભત્રીજાને કાકી સાથે આડો સંબંધ હતો. જે બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી.
ઘટના બાદ પરણિતા લાપતા
આ બનાવ અંગે ધજાળા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જોકે ઘટના બાદ પરણિતા લાપતા હોવાનું સામે આવ્યું છે.સાયલા તાલુકામાં 17 દિવસમાં બે હત્યા ફાયરીંગ મારામારી આત્મહત્યા જેવી ઘટનાઓ બની છે.
આરોપી સત્તા ઉર્ફે સતીશ ખરગીયાને પણ ઇજા
મારામારીના બનાવમાં આરોપી સત્તા ઉર્ફે સતીશ ખરગીયાને પણ ઇજા થઈ હોય તેવું સામે આવ્યું છે. બનાવ બન્યા બાદ પ્રેમિકા લખીબેનનો કોઈ અતો પતો નથી પોલીસ સહિત પરિવાર તેમની શોધખોળ કરી રહ્યું છે.






