સુરેન્દ્રનગર/ કામલપુરમાં ધોળા દહાડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, યુવકને ગોળી લાગતા સારવાર માટે ખસેડાયો
સુરેન્દ્રનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના કામલપુર ગામમાં ધોળા દહાડે

સુરેન્દ્રનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના કામલપુર ગામમાં ધોળા દહાડે ફાયરિંગની ઘટના સામે આવી છે. કામલપુરમાં અંગત અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક યુવકને ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અંગત અદાવતમાં ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના કામલપુર ગામમાં અંગત અદાવતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અબ્બાસ નામના યુવકે આ ફાયરિંગ કરતા લાલભાઇ ભરવાડ નામના યુવકને ગોળી લાગી હતી. આ ફાયરિંગમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનારા શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.






