સુરેન્દ્રનગર / 2 ગામના સરપંચો સસ્પેન્ડ, ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામલે કાર્યવાહી
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં&nb

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં મજૂરો દટાવાની અને મોતની દુર્ઘટના સતત બનતી જઈ રહી છે. જિલ્લાના મુળી અને થાન પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખાણોમાં ખાણોમાં મજૂરોના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે બે ગામમાં સરપંચો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
DDO આ બે ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે મુળી તાલુકાના ભેટ ગામના સરપંચ અને થાન તાલુકાના વેલાડા ગામના સરપંચને સસ્પેન્ડ કરી દીધા છે.
મુળી તાલુકાના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં મજૂરો દટાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા, વેલાડા ગામે પણ આ પ્રકારની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બંને સરપંચોને બોલાવી અને તેમના જવાબ માંગવામાં આવ્યા હતા. જવાબ લીધા બાદ આજે બંનેને સસ્પેન્ડ કર્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે.
તલાટીઓ પર કાર્યવાહીની શક્યતા
જે ગામોમાં ખનીજ ચોરી ચાલી રહી છે ત્યાંના સરપંચોમાં હવે ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં તલાટીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.








