મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ચોટીલામાં સર્કલ ઓફિસર 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર: ગુજરાતની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ ચોટીલા મામલતદ

સુરેન્દ્રનગર: ચોટીલામાં સર્કલ ઓફિસર 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર: ગુજરાતની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ ચોટીલા મામલતદાર કચેરીના વર્ગ 3 ના કર્મચારીની રૂ. 40,000ની લાંચના કેસમાં ધરપકડ કરી છે.

કેસની વિગત મુજબ ફરિયાદીના સગાએ નવાગામ સર્વે નંબર 65માં વેચાણ ખત દ્વારા જમીન ખરીદી હતી, જે તેઓ નવાગામ નમૂના નં.6માં નોંધણી કરાવવા માંગતા હતા. આ કામગીરી કરવા ચોટીલાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર (વર્ગ 3) તરીકે ફરજ બજાવતા આરોપી જીજ્ઞેશભાઈ હરીભાઈ પાટડીયાએ સૌપ્રથમ રૂપિયા 1,00,000ની લાંચની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ લાંચની રકમ 40,000 રૂપિયા કરવામાં આવી હતી.

ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરીને એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી આજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આરોપી રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. 

આ સમાચાર શેર કરો