Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat news: Hawala scam worth 2000 crores exposed due to overvaluation of low quality diamonds

Surat news: હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ આવ્યું સામે

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
Surat news:  હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ આવ્યું સામે
સોર્સ : gstv

કેન્દ્ર સરકારના 'મેક-ઇન-ઇન્ડિયા' અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(SEZ)ના પ્રોત્સાહક નિયમોની આડમાં આચરાતું એક મોટું મની લોન્ડરિંગ કૌભાંડ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વાપીની ટીમે ઝડપી પાડ્યું છે. સુરત SEZમાં આવેલી 'નકલાંગ જવેલર્સ' દ્વારા આચરવામાં આવેલા અંદાજે 2,000 કરોડ રૂપિયાથી વધુના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

App Store

કાગળ પર 50 ગણી વધુ કિંમત

DRIની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી હલકી કક્ષાના ડાયમંડની આયાત કરતો હતો. આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતાં 50 ગણી વધુ દર્શાવી(ઓવર વેલ્યુએશન) તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. આ પ્રક્રિયા દ્વારા કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવા સાથે સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભો મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો.

ડમી પાર્ટનર્સના નામે ચાલતું નેટવર્ક

તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મોન્ટુ ગાંધી પોતે પડદા પાછળ રહીને 'ડમી પાર્ટનર્સ'ના નામે પેઢીઓ ચલાવતો હતો. ધરપકડ કરાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે પેઢીમાં દર્શાવેલા ભાગીદારો માત્ર નામના જ હતા, જ્યારે તમામ આર્થિક વહીવટ અને વિદેશી ખરીદદારો સાથેનું લિંકિંગ મોન્ટુ ગાંધી પોતે જ સંભાળતો હતો.

DRIની કાર્યવાહી અને કોર્ટના રિમાન્ડ

DRIએ લાંબા સમયની વોચ અને મજબૂત ડિજિટલ પુરાવા એકત્ર કર્યા બાદ નવસારીના રહેવાસી મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.