મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીના સગા-તબીબની બબાલ, સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું- કમિટી કરશે તપાસ

સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર દર્દીની સારવાર કરવાની જગ્ય

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીના સગા-તબીબની બબાલ, સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું- કમિટી કરશે તપાસ

સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર દર્દીની સારવાર કરવાની જગ્યાએ તબીબ દ્વારા દારૂ આપવાની વાત કરવામાં આવી હતી. જેને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. બીજી તરફ દર્દીના સંબંધી પણ તબીબની સૂચના મુજબ રિપોર્ટ ન કરાવતા હોવાની વીડિયોમાં રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે સુપ્રિન્ટેન્ડેન્ટે દ્વારા કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં દેરાણી-જેઠાણીના કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેક, ડોક્ટરની હાલત ગંભીર-આરોપી દબાચાયો

વીડિયો વાયરલ

મેડિસિન વિભાગના વોર્ડ નંબર 5Aમાં પરિવાર વૃદ્ધને લઈને પહોંચ્યો હતો. જ્યાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી. પરિવાર દ્વારા આક્ષેપ કરવાની સાથે વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. મહિલા રેસિડન્ટ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દારૂ ન મળવાના કારણે વૃદ્ધને ખેંચ આવે છે. આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.દર્દીના પરિવારજનો દ્વારા વીડિયો પણ બનાવવામાં આવતો હોવાથી મોબાઇલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર્દી સાથે તબીબો દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની સાથે દર્દીના પરિવાર સાથે ઉદ્ધાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મેડિસિન વિભાગમાં થયેલા આ વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડેન્ટે સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલાની તપાસ કમિટી કરશે- સુપ્રિન્ટેન્ડેન્ટે

સુપ્રિન્ટેન્ડેન્ટે ડો. જિતેન્દ્ર દર્શનએ કહ્યુ કે,, દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વીડિયોને લઈને તપાસ થશે. સ્મિમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાઇરલ વીડિયોને લઈને તપાસ કમિટી બનાવવામાં આવશે. વાઇરલ થયેલ વીડિયો બાબતની જાણ મને મીડિયાના માધ્યમથી થઈ છે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમટમ્સ જોવા મળતાં હોય છે. દર્દી પહેલાથી જ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું. બીજા દિવસની સારવાર દરમિયાનનો આ વીડિયો છે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ ગેરરીતિ ચલાવાશે નહીં.

આ સમાચાર શેર કરો