Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Servant steals builder owner's loaded revolver and 16 bullets,

Surat/ નોકરે બિલ્ડર માલિકની લોડેડ રિવોલ્વર અને 16 ગોળીઓ કરી ચોરી, સોશિયલ મીડિયાથી ફૂટ્યો ભાંડો

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surat/ નોકરે બિલ્ડર માલિકની લોડેડ રિવોલ્વર અને 16 ગોળીઓ કરી ચોરી, સોશિયલ મીડિયાથી ફૂટ્યો ભાંડો
સોર્સ : gstv

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરના ઘરેથી રિવોલ્વર અને ગોળીઓની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ ઘરમાં જ કામ કરતા નોકરે કરી હોવાનું બહાર આવ્યું છે.

App Store

કેવી રીતે પડી ખબર?

બિલ્ડરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર જમા કરાવવા માટે જ્યારે ઘરના લોકરમાં તપાસ કરી, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. લોકરમાં રાખેલી લોડેડ રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળીઓ ગાયબ હતી. ઘણી શોધખોળ બાદ પણ તે મળી આવી નહોતી.

નોકરની એક ભૂલ અને ભાંડો ફૂટ્યો

બિલ્ડરના ત્યાં કામ કરતા પ્રવીણ નામના નોકરે આ રિવોલ્વરની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ પ્રવીણે હિંમત બતાવીને રિવોલ્વર અને રાઉન્ડ સાથેના ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. આ ફોટા બિલ્ડરના ધ્યાને આવતા જ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો હતો કે ચોરી પાછળ કોનો હાથ છે.

પોલીસ ફરિયાદ

પોતાની રિવોલ્વર નોકર પાસે હોવાની પુષ્ટિ થતા જ બિલ્ડરે તાત્કાલિક અલથાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે નોકર પ્રવીણ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને હથિયાર રિકવર કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.