Video: ઘર-પરિવારથી દૂર રહીને દેશની સરહદોનું રક્ષણ કરતા BSFના જવાનો માટે દિવાળી ખાસ બની

ઘર-પરિવારથી દૂર રહીને દેશની સરહદોનું રક્ષણ કરતા BSFના જવાનો માટે આ દિવાળી ખાસ બની રહી. વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ નડાબેટ ઝીરો પોઈન્ટ પહોંચીને જવાનો સાથે પર્વની ઉજવણી કરી હતી. તેમણે જવાનોનું મોં મીઠું કરાવી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ વડાએ સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ નડેશ્વરી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ સરપ્રાઈઝ મુલાકાતથી જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








