Video: ધનતેરસના શુભ મુહૂર્તે ચોપડા ખરીદવા વેપારીઓમાં ઉત્સાહ, ડિજિટલ યુગમાં પણ પરંપરા અકબંધ.

સોર્સ: gstv

રાજકોટમાં ધનતેરસના અવસરે નવા વર્ષના હિસાબો માટે ચોપડા ખરીદવાની પરંપરાગત ધિમાલ બજારોમાં જોવા મળી રહી છે. વેપારીઓ પોતાના વ્યવસાયમાં સુખ, સમૃદ્ધિ અને બરકતની કામના સાથે પરંપરાગત લાલ ચોપડા તેમજ આકર્ષક ડિઝાઇનવાળા નવા ચોપડાઓની ખરીદી કરી રહ્યા છે. આજના શુભ મુહૂર્તમાં હિસાબી ચોપડા ખરીદવા માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ડિજિટલ યુગમાં પણ આ પરંપરા અકબંધ રહી છે. બજારના વેપારી વર્ગના અંદાજ મુજબ આજે રાજકોટમાં અંદાજે 80 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના ચોપડાની ખરીદી થવાની સંભાવના છે. આ ખરીદીને કારણે સ્થાનિક સ્ટેશનરી બજારોમાં ધમધમાટ અને ઉત્સવનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત