VIDEO: સુરતમાં ભગવાન શિવને ચડે છે જીવતા કરચલા, બાધા પૂર્ણ થતાં ભાવિકો લગાવે છે લાઈન
ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે. પરંતુ, સુરતમાં એક એવું મંદિર
ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે. પરંતુ, સુરતમાં એક એવું મંદિર છે કે, જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે. આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે. કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા જ તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરે છેલ્લા અર્પણ કરી બાધા પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં શ્વાનને લઈને માથાકૂટ, આમને સામને આવેલા લોકો વચ્ચે મારામારી
કાનના રોગ દૂર થવાની બાધા રખાય છે
કોઇને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા કરચલા ચડાવવામાં આવે છે. લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા માટે આવે છે.
દરવર્ષે ચડાવાય છે કરચલા
વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી? જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈ વ્યક્તિને કાનની પિડા હોય અને આ પિડામાંથી મુક્તિ માટે તેઓ ભગવાન શિવની બાધા રાખે છે. કાનની પીડામાંથી મુક્તિ મળતા જ આ લોકો જીવતા કરચલા ભગવાન શિવને અર્પણ કરે છે. મહત્વની વાત છે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.








