મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં બનેલા સૌથી ઊંચા બ્રિજમાં ગુજરાતનું પ્રદાન, આ શહેરમાં તૈયાર થયેલું વપરાયું છે સ્ટીલ

દેશના સિમા ચિહ્નરૂપ જમ્મુ-કાશ્મીરના અંજી ખાડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેલ

જમ્મુ કાશ્મીરમાં બનેલા સૌથી ઊંચા બ્રિજમાં ગુજરાતનું પ્રદાન, આ શહેરમાં તૈયાર થયેલું વપરાયું છે સ્ટીલ

દેશના સિમા ચિહ્નરૂપ જમ્મુ-કાશ્મીરના અંજી ખાડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા તાજેતરમાં જ પ્રથમ લોડેડ ટ્રેનનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ભારતના પ્રથમ અને એકમાત્ર કેબલ-સ્ટેયડ રેલ બ્રિજ માટે 100% ફ્લેટ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્ટીલ સુરતના હજીરા સ્થિત એએમએનએસ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ લસણની ખરીદી કરતાં પહેલાં સાવધાન! સુરત માર્કેટ યાર્ડમાંથી ઝડપાયો ચાઈનિઝ લસણનો જથ્થો

વિકસિત ભારતને દર્શાવતો બ્રિજ

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)ના કટરા અને રિયાસી વિભાગને જોડતો, અંજી ખાડ બ્રિજ – એક ભારતીય બહુરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અને બાંધકામ કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે, જે નવીનતા અને અનુકૂલનક્ષમતાનું પરિણામ છે. દેશના ઉત્તરીય ભાગ, કે જ્યાં પ્રખ્યાત ચીનાબ નદી ભૂ-પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાં એન્જિનિયરીંગ ક્ષેત્રની અજાયબી સમાન અંજી ખાડ બ્રિજ દેશમાં નિર્માણ થઈ રહેલા અદ્દભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ એકમાત્ર વ્યાખ્યાયિત નથી કરતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલા 'વિકસિત ભારત' તરફના માર્ગને પણ રેખાંકિત કરે છે.

જીણવટપૂર્વકનું ફેબ્રિકેશન

એમએનએસના રંજન ધરએ કહ્યું કે, ગુજરાતના હજીરા સ્થિત અમારા પ્લાન્ટથી અમને આ એન્જિનિયરિંગ અજાયબી માટે વર્લ્ડ-ક્લાસ સ્ટીલ પૂરું પાડવાની જે તક મળી તે અમારા માટે ખૂબ મોટા સમ્માનરૂપ છે. અમારી ટીમે જીણવટપૂર્વક ફેબ્રિકેશનનું કાર્ય પાર પાડ્યું છે.આ પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ ધારા-ધોરણોનું પાલન કર્યું છે. શરૂઆતથી જ આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં અમારું યોગદાન અમારી પ્રતિભા દર્શાવે છે.

સ્ટોકયાર્ડ બનાવાયો

જટિલ માર્ગ પરિવહન અને અપૂરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અવરોધ છતાં સ્ટીલના જથ્થાની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વિવિધ પરિવહન વિક્લ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.બાંધકામ સ્થળે પુરવઠાના વધ-ઘટની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટોકયાર્ડ્સનું વ્યૂહાત્મક રીતે મેનેજમેન્ટ અને ઈન્વેન્ટરીના સ્તરની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો