Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : girls became angry with the man who had been harassing her publicly

Video: સુરતમાં છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ, 3 દિવસથી જાહેરમાં હેરાન કરનાર સામે યુવતીઓ બની રણચંડી

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2024
લાઇવ ટીવીGoogle News

યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવતી હતી. જેથી આજે યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો. બાદમાં તેને મારતાં મારતાં રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો.

App Store

આ પણ વાંચોઃ Video: ફૂલ સ્પીડમાં જતી બાઈક કાર સાથે અથડાઈ, બાઈકચાલક દડાની જેમ ઉછળી 20 ફૂટ દૂર પડ્યો

યુવકને યુવતીઓએ રેકી કરીને ઝડપ્યો

ઓફિસ જતી યુવતીઓની છેડતી યુવક છેલ્લા 3 દિવસથી કરી રહ્યો હતો. જેથી યુવતીઓએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતાં યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જો કે, યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, મેં તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠાં થઈ ગયા હતાં. 

ખરાબ કોમેન્ટ કરતો

યુવતીએ કહ્યું કે, શનિવારે અમે ઓફિસ આવતા હતા. ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી ગયો હતો. બેથી ત્રણ વાર યુ ટર્ન મારીને બોલીને ગયો હતો. તે દિવસે અમારા હાથે ન આવ્યો હતો. અમે તેનો તે દિવસે ચહેરો જોયો નહોતો. આજે અમે જોયો આજે ત્યારે તેની પાસે જઈને પૂછ્યું હતું. એ સ્વીકારવા તૈયાર નહોતો. જેથી અમે તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતાં. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.