Video: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનું છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત એક સાથે 7 હજાર આવાસ માટે મહા ડ્રો યોજાવા જઈ રહ્યો છે. નરોડા, નિકોલ અને ઓઢવ સહિત ૧૧ જેટલા વિવિધ વિસ્તારોમાં આકાર લઈ રહેલા EWS આવાસો માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં 7 હજાર આવાસ સામે વિક્રમજનક 97 હજાર અરજીઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે આ સફળ અરજદારોના ભાગ્યનો ફેંસલો થશે અને હજારો પરિવારોને તેમના ડ્રીમ હોમની ચાવીઓ સોંપવામાં આવશે, જેનાથી અનેક પરિવારોના વર્ષો જૂના આવાસના સ્વપ્નને નવી ઉડાન મળશે.
જાહેરાત








