Video: ફૂલ સ્પીડમાં જતી બાઈક કાર સાથે અથડાઈ, બાઈકચાલક દડાની જેમ ઉછળી 20 ફૂટ દૂર પડ્યો
સુરતના રસ્તાઓ પર અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમા મોડી રાતે બાઈક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ફૂલ સ્પીડમાં રસ્તો ક્રોસ કરતી કાર સાથે અથડાયું હતું. જેથી બાઈકમાં સવાર બે પેકી ચાલક દડાની જેમ ઉછળીને 20ફૂટથી વધુ દૂર ફંગોળાઈને પડ્યો હતો. જેથી બન્નેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે મોડી રાતે અડાજણ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતમાં બાઈકનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારને પણ નુકસાન થયું હતું.

