Video: નવા વર્ષે ઊંઝા ઉમિયાધામ ખાતે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટ્યું

સોર્સ: gstv

નવા વર્ષના પાવન અવસરે મહેસાણાના ઊંઝા સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઉમિયાધામ ખાતે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જ્યાં સવારથી જ કડવા પાટીદારો સહિત અનેક ભક્તો મા ઉમિયાના દર્શન કરવા માટે અધીરા બની લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને વિદેશોમાં વસતા કડવા પાટીદારો પોતાના કુળદેવી સમક્ષ શીશ ઝુકાવી નવા વર્ષની દિવ્ય શરૂઆત કરે છે, અને આજે હજારો ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત