Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : cloth merchant in Surat collapsed while sitting on a chair

VIDEO:Suratમાં કાપડનો વેપારી ખુરશી પર બેઠાં બેઠાં ઢળી પડ્યો, સારવાર મળે તે અગાઉ મોત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં એક 27 વર્ષીય યુવાન કાપડ વેપારીનું દુકાનમાં જ ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. 100 કિલો વજન હોવાથી ખુરશીમાં નીચે ઊતર્યા બાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. કાપડ વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા છે. મૂળ રાજસ્થાન અને પર્વત પાટિયા વિસ્તારમાં 27 વર્ષીય ઋષભ ગાંધી રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. ઋષભ સુરતમાં બહેન સાથે રહેતો હતો અને માતા-પિતા વતનમાં રહે છે. ઋષભ એ બે વર્ષ પહેલા મિત્રો અને સગા સંબંધીઓ સાથે મળીને પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન શરૂ કરી હતી. દરમિયાન પાંચ દિવસ પહેલા તેની સગાઈ પણ થઈ હતી. 

App Store

વજન વધુ હોવાથી ઉંચકી ન શકાયો

સાંજના સમયે ઋષભ તેના બનેવી અને મિત્રો સાથે દુકાનમાં વાતચીત કરી રહ્યો હતો. દરમિયાન પાણી પીવા માટે પાણીની બોટલ લઈને ઢાંકણ ખોલે તે પહેલા જ તે અચાનક ઢળી પડ્યો હતો. બનેવી સહિતના મિત્રોએ તેને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનામાં કોઈ હલનચલન ન થતા તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનું વજન 100 કિલો જેટલો હોવાથી ઉંચકી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ખુરશીમાં મૂકીને લિફ્ટ બાદ પાર્કિંગ સુધી લઈ ગયા હતા. 

મૃતદેહને વતન રાજસ્થાન લઈ જવાશે

રૂષભને કારમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવા કાપડ વેપારી ઋષભ ગાંધીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પરિવારજનો વતન હોવાથી મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો. યુવા કાપડ વેપારીના મોતના પગને ટેક્સટાઇલ માર્કેટમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.

 

ટોપિક્સ:suratheart attackchair