સુરતમાં હત્યા-બળાત્કાર, ચોરી, ડ્રગ્સ સહિતના ગુનાઓમાં વધારો, કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતાં મુખ્યમંત્રીને રાવ
સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલ ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, બળાત્કાર, ચો

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલ ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, બળાત્કાર, ચોરી, તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણના ગુનાઓમાં વધારો થયો છે. ગંભીર કહી શકાય તેવા ગુના ગત વર્ષ કરતાં 900થી વધુ નોંધાયા છે. જેથી તાત્કાલિક સુરતના કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને આકરા પગલાં લેવામાં આવે તે હેતુંથી મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Video: સુરતમાં SWIFT ગાડી બ્લાસ્ટ બાદ ભડકે બળી, કારમાં સવાર હતા 2 લોકો
અપરાધીઓમાં કાયદાનો ડર નથી
દર્શન નાયકે પત્રમાં લખ્યું છે કે, સુરત જિલ્લામાં હત્યા, બળાત્કાર, ચોરી, લૂંટ તેમજ અન્ય ગંભીર ગુનાઓ બનવાની ઘટનાઓ દિન-પ્રતિદિન બની રહેલ છે અને આ બધી ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ છે. તેમજ નશાબંધીના કાયદાઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અને સુરત જિલ્લામાં અપરાધીઓમાં કાયદાનો ડર જ જાણે નીકળી ગયેલ હોય એવું વાતાવરણ સર્જાય ગયેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે અને જેની ઉપર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. સુરત ગ્રામ્ય લોકલ બ્રાન્ચ વણઉકેલ્યા ગુનાઓને ઉકેલવા માટે કાર્યરત હોય છે.
સ્પેશિયલ પેટ્રોલિંગની માગ
જિલ્લામાં લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓ અટકે એ માટે તેઓ સર્વેલન્સ ટીમ સાથે વર્કઆઉટ કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય લોકલ બ્રાન્ચ-એલ.સી.બી.ની ટીમ પણ જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓ અટકાવવામાં અને વણઉકેલ્યા ગુનાઓ ઉકેલવામાં નિષ્ફળ નીવડી રહી છે. માત્ર દારૂ-જુગારના કેસો કરી સંતોષ માની લેતી એલ.સી.બી. ની ટીમે પણ જિલ્લાના ગંભીર ગુનાઓ ઉકેલવામાં રસ દાખવવો જોઈએ. તેમજ આવનાર દિવસોમાં ઠંડીના સમયમાં ચોરી અને લૂંટ-ધાડ જેવી ઘટનાઓ ન બને એ માટે અગાઉથી આગોતરું આયોજન કરી નાઈટ પેટ્રોલિંગ વધારી સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવું જોઈએ.
60 લાખની વસતીમાં પરપ્રાંતિયો વધુ
સુરત જીલ્લાનું કાર્યક્ષેત્ર અંદાજિત ૪૪૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ છે તેમજ સુરત જિલ્લાની વસ્તી ૬૦ લાખથી પણ વધુ છે અને દિન-પ્રતિદિન વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે તેમજ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી બહારનાં પ્રદેશોમાંથી રોજગારી માટે અનેક લોકો સુરતમાં આવીને વસવાટ કરી રહ્યા છે. આટલા મોટા કાર્યક્ષેત્રના વિસ્તારમાં પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગમાં પૂરતો સ્ટાફ અને મહેકમ હોવું જરૂરી છે. પરંતુ, આજે પણ સુરત જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા અનેક પોલીસ સ્ટેશનોમાં પૂરતા પોલીસ સ્ટાફ અને મહેકમની જગ્યાઓ ખાલી પડેલ છે. આ ખાલી પડેલ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે તો સુરત જિલ્લા પોલીસ વિભાગને પૂરતો સ્ટાફ મળી રહે અને ગંભીર ગુના બનતા અટકાવી શકાય અને સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.
કયા પોલીસ સ્ટેશનમાં કેટલા ગંભીર ગુના નોંધાયા તેની ગત વર્ષની સરખામણીમાં આંકડા
પોલીસ સ્ટેશનનું નામ ફર્સ્ટ પાર્ટનાગુના ચાલુ વર્ષ ગત વર્ષ વધ-ઘટ
કામરેજ ૫ ૧૪૩૧ ૧૧૯૨ ૨૩૯
ઓલપાડ ૦૧ ૫૫૬ ૩૬૦ ૧૯૬
કીમ ૦૨ ૩૬૫ ૧૯૪ ૧૭૧
કોસંબા ૦૩ ૮૮૭ ૩૦૭ ૫૮૦
માંગરોળ ૦૦ ૧૧૦ ૧૩૬ -૨૬
ઉમરપાડા ૦૦ ૭૫ ૭૦ ૫
ઝંખવાવ ૦૨ ૧૧૧ ૧૦૬ ૫
માંડવી ૦૦ ૨૬૫ ૨૯૪ -૨૯
બારડોલી ટાઉન ૦૧ ૩૩૬ ૨૯૦ -૨૮૨
પલસાણા ૦૩ ૮૦૨ ૬૫૬ ૧૪૬
બારડોલી રુરલ ૦૧ ૨૯૦ ૨૭૭ ૧૩
કડોદરા ૦૫ ૮૦૬ ૧૦૮૮ -૨૮૨
મહુવા ૦૦ ૧૭૨ ૨૮૩ -૧૧૧
મહિલા ૦૦ ૨૯ ૩૦ -૧
કુલ ૨૩ ૬૨૩૫ ૫૨૮૩ ૯૫૨








