VIDEO: જાહેરમાં હત્યા બાદ 'અસલામત' સુરતનું વધુ એક ડરામણું દૃશ્ય, પોલીસ 'વરઘોડા'ની વાહવાહીમાં વ્યસ્ત!
નાની બાળાઓ પરના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કાયદા વ્યવસ્થાની દુહાઈ દેતી પોલીસ જાણે હાથ પર હાથ રાખીને બેઠી હોય તેમ અસામાજિકત તત્ત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગૃહમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં હત્યા બાદ ડરામણા દૃશ્યો સામે આવ્યાં છે. ઉધના વિસ્તારમાં સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લેઆમ લુખ્ખા તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે.
આ પણ વાંચોઃ VIDEO: સંઘવીના સુરતમાં વધુ એક હત્યાનો બનાવ! જાહેરમાં જ વેપારીને રહેંસી નાખ્યો
સોસાયટી વતી અરજી
અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. રસ્તે ચાલતી બે રાહદારી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી છે. સાથે જ મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે. સુરત શહેરમાં જાને ગુનાખોરીનો સરતંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ક્રાઈમ કેપિટલ બનતું શહેર
જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ બબ્બે છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે.આરોપીઓને જાણે સુરત પોલીસનો ખોફ રહ્યો જ નથી. ક્રાઈમ કેપિટલ રીતે સુરત હવે જાણીતું થશે તે દિવસ દૂર નહીં.

