Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 7-month-old girl dies after being run over while father was reversing

સુરતમાં ટ્રેક્ટર નીચે કચડાયું માસૂમ, પિતા રિવર્સ લેતા ત્યારે 7 મહિનાનું બાળકીનું ચગદાઈ જતાં મોત

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ટ્રેક્ટર નીચે કચડાયું માસૂમ, પિતા રિવર્સ લેતા ત્યારે 7 મહિનાનું બાળકીનું ચગદાઈ જતાં મોત

સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતાના હાથે જ પોતાના માસૂમ પુત્રનું મોત થઈ ગયું હતું. પિતા ખેતરમાં ટ્રેકટર ચલાવી રહ્યાં હતાં. આ દરમિયાન ટ્રેકટર રિવર્સ લેતી વખતે માસૂમ બાળકી કચડાઈ ગયું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકીના મોતને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ Video: સુરતમાં જીવના જોખમે યુવતીની મસ્તી, ખુલ્લા હાથ રાખી ફૂલ સ્પીડે ચલાવ્યુ મોપેડ

ટૂંકી સારવાર દરમિયાન મોત

જહાંગીપુરા વિસ્તારમાં પિતા ખેતરમાં ટ્રેકટર રિવર્સ લઈ રહ્યાં હતાં. આ દરમિયાન 7 મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દીકરી ગુમાવનારા માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

પોલીસે તપાસ આદરી

બાળકીના પરિવારજનોએ કહ્યું કે, પિતા ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યાં હતાં. ખેતરમાં ટ્રેક્ટરને રિવર્સ લેવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જ બાળકી કચડાઈ ગઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. જહાંગીપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.