સુરત પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ ગંભીર
સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે.
મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા
મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.
પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પોકળ સાબિત
સુરતમાં વરસાદી પાણી ભરાયા હતા.સુરતમાં વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વેડરોડ સહિત સમગ્ર રોડ વરસાદમાં ગરકાવ થયા હતા, તો પાણી ભરાતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીર પોકળ સાબિત થઈ હતી. સુરતના મજુરા ગેટ ખાતે આવેલ નવી સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.






