મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

31st પહેલા સુરત પોલીસ એલર્ટ, વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

31st પહેલા સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

31st પહેલા સુરત પોલીસ એલર્ટ, વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

31st પહેલા સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. વેસુ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બેરીકેડ લગાવીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સુરત પોલીસ એલર્ટ

31st નજીક આવી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં બેરીકેડ લગાવીને પોલીસ દ્વારા વાહનની ડેકી ચેક કરવામાં આવી હતી. આ સાથે જ કાળા કાચ લગાવીને ફરતા ફોરવ્હીલ ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

કાળા કાચ રાખીને ફરતા ફોરવ્હીલ ચાલકો સામે પણ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે સ્પોર્ટ્સ બાઇક પર ફરતા ઇસમો સામે પણ કાર્યવાહી કરી હતી. વેસુ પોલીસ મથકના PSI અને પોલીસ જવાનો દ્વારા વાહન ચેકિગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: સરકાર સામે બાથ ભીડનાર પોલીસના 13 વહીટદારો સામે સકંજો કસાયો, મિલકતોની થશે તપાસ

વેસુ પોલીસ દ્વારા આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમના પાઠ પણ ભણાવવામાં આવ્યા હતા. બાઇક પર હેલ્મેટ વગર ફરતા ચાલકો સામે પણ કાર્યવાહી કરી દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો