મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ લિંબાયતમાં કુખ્યાત ટોળકીએ ખુલ્લેઆમ મચાવ્યો આતંક, રહેણાંક વિસ્તારમાં વાહનોમાં કરી તોડફોડ

સુરતમાં માથાભારે ઈસમો માથુ ઊંચકી રહ્યાં છે. પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તે રીતે લોકોને હેરાન કરત

સુરત/ લિંબાયતમાં કુખ્યાત ટોળકીએ ખુલ્લેઆમ મચાવ્યો આતંક, રહેણાંક વિસ્તારમાં વાહનોમાં કરી તોડફોડ

સુરતમાં માથાભારે ઈસમો માથુ ઊંચકી રહ્યાં છે. પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તે રીતે લોકોને હેરાન કરતી આ ગેંગની સામે કાર્યવાહી ન થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લિંબાયત વિસ્તારમાં કુખ્યાત એમ.એસ.કંપની ગેંગના સાગરિતો ખુલ્લેઆમ હથિયારો સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. આ અસામાજિક તત્ત્વોએ અનવરનગર આંજણામાં હથિયારો સાથે રહેણાંક વિસ્તારોમાં તોડફોડ કરી હતી. જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં.

સામાન્ય બાબતે બબાલ

લિંબાયતના કમરૂ નગર આવાસમાં રહેતા અને કુખ્યાત M.S. Company ગેંગનાં સાથી એવા મોસીન ઉર્ફ બાબા કાલીયા અને  અનવર નગર-આંજણા ખાતે રહેતા શકીલ શાહનાં પુત્ર સાથે સામાન્ય બાબતે બબાલ થઈ હતી.જેથી બંન્નેએ એકબીજા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ બાબતનો રોષ રાખીને તોફાન મચાવવામાં આવ્યું હતું.

કાર્યવાહીની લોક માગ

શકીલ શાહ (અનવર નગર-આંજણા)ને એનાં ઘર પાસે માથાભારે છાપ ધરાવતા મોસીન ઉર્ફ બાબા કાલીયા એન્ડ ટોળકીએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ તત્રનાં કોઈપણ પ્રકારનાં ભય વગર હથિયારો સાથે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર અનવર નગરને ધમરોળવાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે પોલીસ આ અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો