મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 30 કિલો ગાંજાના જથ્થા સાથે સગીર સહિત બે ઝડપાયા, 4 મહિનાથી નશાનો કરતાં કારોબાર

સુરતના હજીરા સાયણ રોડ પર વરીયાવ ગામ જકાતનાકા પાસેથી ગાંજાના જથ્થાની હેરાફેરી થતી હતી. જેથી 17 વર્ષના કિશોર સહિત

સુરત/ 30 કિલો ગાંજાના જથ્થા સાથે સગીર સહિત બે ઝડપાયા, 4 મહિનાથી નશાનો કરતાં કારોબાર

સુરતના હજીરા સાયણ રોડ પર વરીયાવ ગામ જકાતનાકા પાસેથી ગાંજાના જથ્થાની હેરાફેરી થતી હતી. જેથી 17 વર્ષના કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને પાસેથી 30 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો તથા બાઇક મળી હતી. કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ઝડપાયા

હજીરા સાયણ રોડ પર વરિયાવ ગામ જકાતનાકા પાસેથી એક જીજે.5.પીએક્સ.1757 નંબરની બાઈક પર 17 વર્ષનો છોકરો અને અન્ય એક વ્યક્તિ ગાંજાની જથ્થાની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે વરિયાવ જકાતનાકા પાસે ગોકુલ ફાર્મની બાજુમાંથી પસાર થતા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સાંજે 5:00 વાગ્યાના અરસામાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણન વાળી બાઇક નજરે પડતા જ પોલીસે તેના અટકાવી હતી. બાઈક ચાલકની પૂછપરછ કરતા તેને પોતાનું નામ શાંતનુ નરેન્દ્ર જૈના હોવાનું જણાવ્યું હતું. 

બે વ્યક્તિ વોન્ટેડ

શાંતનું જૈના આ ઉપરાંત તેની સાથે 17 વર્ષનો કિશોર પણ મળી આવ્યો હતો. તેઓની બન્નેની તલાસી લેતા તેમની પાસેથી રૂપિયા 3.03 લાખનો ૩૦ કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે બંને પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કર્યા હતા. પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો બે મોબાઈલ, રોકડા રૂપિયા 310 અને રૂપિયા 50,000ની બાઈક મળી કુલ રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર તથા મંગાવનાર એમ બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો