મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ વરાછાના PI વર્દીમાં ભાન ભૂલ્યા, કોર્ટમાં મેજિસ્ટ્રેટને કંઈક એવું કહી દીધું કે વ્યાપી ગયો સન્નાટો

સુરતમાં વર્દીના નશામાં વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી ભાન ભૂલ્યા હતા. એક કેસના

સુરત/ વરાછાના PI વર્દીમાં ભાન ભૂલ્યા, કોર્ટમાં મેજિસ્ટ્રેટને કંઈક એવું કહી દીધું કે વ્યાપી ગયો સન્નાટો

સુરતમાં વર્દીના નશામાં વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી ભાન ભૂલ્યા હતા. એક કેસના કાગળીયાના મુદ્દે કોર્ટે પીઆઈને સવાલો કરતા પીઆઈ ગાબાણીએ મેજીસ્ટ્રેટને કહ્યું કે, હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું, નીચા અવાજે વાત કરો, પીઆઈના આવા વર્તનની કોર્ટે ગંભીરતાથી નોંધ કરી છે. સાથે જ એસીપીને પણ હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

અસલ કાગળીયા મોકલ્યા નહોતા

કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટને એક કેસને પુરો કરવા સૂચના આપી હતી. તે કેસને લગતા અસલ કાગળીયા વરાછા પોલીસ સ્ટેશનમાં હતા. કોર્ટે વરાછા પોલીસ પાસેથી અસલ કાગળીયા માંગ્યા હતા. પરંતુ વરાછા પોલીસે કોર્ટમાં અસલ કાગળીયા મોકલ્યા ન હતા. તેથી કોર્ટે પીઆઈ એ.એન.ગાબાણીને સમન્સ મોકલ્યા હતા.

PIના શબ્દોની રેકોર્ડ પર નોંધ

ગાબાણીને મેજીસ્ટ્રેટે વારંવાર સૂચના છતાં શા માટે કાગળીયા મોકલ્યા નહીં એવું પૂછતા પીઆઈ ગાબાણીએ મેજીસ્ટ્રેટને કહ્યું કે સાહેબ હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું,તમે નીચા અવાજે વાત કરો.પીઆઈના આવા શબ્દોથી કોર્ટમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો હતો. મેજીસ્ટ્રેટે પીઆઈના આ શબ્દો અને વર્તનને ગંભીરતાથી લઈને તમામ ઘટનાની રેકોર્ડ પર નોંધ લીધી હતી. હવે આવતી કાલે પીઆઈને તેમના એસીપી સાથે હાજર રહેવા સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો