'...તો ગુજરાતની આ બેઠક દેશની પ્રથમ બિનહરીફ સીટ બનશે', ભાજપ સિવાયના 8 પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
કોંગ્રેસના નિલેશ કુંભાણીનું સુરત લોકસભા બેઠક પરથી ફોર્મ રદ્દ થયું હતું. ત્યારબાદ ભાજપ માટે આ બેઠ

કોંગ્રેસના નિલેશ કુંભાણીનું સુરત લોકસભા બેઠક પરથી ફોર્મ રદ્દ થયું હતું. ત્યારબાદ ભાજપ માટે આ બેઠક બિનહરિફ કરાવવી આસાન બની ગઈ હતી. જેથી ભાજપ શામ,દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેવામાં સફળ રહ્યું છે. હાલ માત્ર બીએસપીનું એક જ ફોર્મ છે. જો આ ફોર્મ ન ખેંચાય તો ચૂંટણી થશે.
બસપાના ઉમેદવાર અડિખમ
સુરતની બેઠક પર ફક્ત ભાજપ અને બસપાના જ ઉમેદવારો વચ્ચે ટક્કર રહી ગઈ છે. બાકીના ઉમેદવારોએ નામ પાછા ખેંચી લીધાની ચર્ચા છે. એટલા માટે જ હવે સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બને તો નવાઈ નહીં. બસપાના ઉમેદવાર પ્યારેલાલે હજુ સુધી તેમની ઉમેદવારી પાછી ખેંચી નથી. જો પ્યારેલાલ ઉમેદવારી પાછી ખેંચી લે તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીતી જશે.
..તો ઈતિહાસ રચાશે
સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં હતા. આ આઠમાંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાઈ નહીં. જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.








