મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસના 'કુંભણિયા ભજિયા' પર ભાજપનો 'સુરતી લોચો' ભારે પડ્યો, ફોર્મ રદ્દ થતાં સોશિયલ મીડિયામાં છવાયો કટાક્ષ

સુરતમાં રવિવારની રજામાં ચૂંટણીને લઈને સૌ કોઈ દોડતાં થઈ ગયા હતાં. ક્લેક્ટર ઓફિસની આજુ

કોંગ્રેસના 'કુંભણિયા ભજિયા' પર ભાજપનો 'સુરતી લોચો' ભારે પડ્યો, ફોર્મ રદ્દ થતાં સોશિયલ મીડિયામાં છવાયો કટાક્ષ

સુરતમાં રવિવારની રજામાં ચૂંટણીને લઈને સૌ કોઈ દોડતાં થઈ ગયા હતાં. ક્લેક્ટર ઓફિસની આજુ બાજુ દરેક રાજકીય પક્ષની નજર હતી. ત્યારે કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. જેથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અંદરથી ધુંઆપૂંઆ હતાં. ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયાં હતાં. બીજી બાજુ સોશિયલ મીડિયામાં ટીખળોનો મારો ચાલી રહ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પર પ્રહાર કરતાં લખાયું કે, કુંભણિયા ભજિયા પર ભાજપનો સુરતી લોચો ભારે પડ્યો હતો.

નેટિઝન્સે કરી પોસ્ટ

સોશિયલ મીડિયામાં જેવી કોંગ્રેસના નેતાના ફોર્મ રદ્દ થયાની વાત વહેતી થઈ કે, તાત્કાલિક ઘણા નેટિઝન્સે પોસ્ટ મૂકી કે, હજુ તો મકાન વેચાયું પણ નથી ત્યાં દલાલી ચૂકવાઈ ગઈ..સુરતના લાલ હવે બાકી બચેલાને પણ પાડી જ દેવાના છે..તો ઘણાએ લખ્યું કે, આજે જો ફોર્મ પાસ થઈ જતે તો પૈસા પરથી વિશ્વાસ જ ઉઠી જતે....

સવાલો સાથે કટાક્ષ

ઘણા લોકોએ લખ્યું કે, ચૂંટણી હોય કે જીવન ટૂંકમાં એક વાત શીખવા મળી કે ટેકેદારો મજબૂત રાખવાના બાકી આવા હાલ થાય... ઘણાએ પ્રશ્ન ઉઠાવતાં લખ્યું કે,,અરે કોઈ મુકેશ દલાલને પણ તો સવાલ પૂછો..શું કહેશો આ બાબતે, કેવું લાગે છે.. ઘણાએ પ્રશ્ન પૂછ્યો કે,  શું સુરત લોકસભા સીટ માટે રમત રમાઈ ગઈ..તો ઘણાએ શાયરાના અંદાજમા કટાક્ષ કરતાં હિન્દીમાં લખ્યું કે, અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ..રૂખ હવાઓં કા જિધર કા હૈ ઉધર કે હમ હૈ...

આ સમાચાર શેર કરો