સુરત/ ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરનારા પર મેગા રેડ, અમરોલીમાં બે દુકાનમાંથી 48 બોટલ કબ્જે કરાઈ
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરનારા પર તવાઈ આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ગેરકાય

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરનારા પર તવાઈ આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાપોદ્રા બાદ અમરોલી વિસ્તારમાં મેગા રેડ પાડવામાં આવી હતી.જેમાં બે દુકાનમાંથી 48 નાની મોટી બોટલ ઝડપી પાડવામાં આવી છે.
બે દુકાનોમાં કાર્યવાહી
અમરોલી વિસ્તારમાં આવેલી વાળીનાથ સોસાયટીમાં મેગા રેડનું આયોજન થયું હતું. આ મેગા રેડ અંતર્ગત બે દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેર રી-ફિલ કરવામાં આવતો હતો. જીવના જોખમે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃતિને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નળીઓ પણ કબ્જે લેવાઈ
બે દુકાનોમાંથી ગેરકાયદેસર રી-ફિલિંગ કરનાર બે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેસની 48 નાની-મોટી બોટલ કબ્જે કરવામાં આવી છે. આ સાથે જ રી-ફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી નળીઓ પણ કબ્જે કરવામાં આવી છે. અગાઉ ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરતા બ્લાસ્ટ પણ થયા હતાં. જેને લઈને પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.








