મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ લિંબાયતમાં અસામાજિક પ્રવૃતિઓ કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ, આરોપીઓએ બે હાથ જોડી માગી માફી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃતિઓ કરનારા વધી ગયા છે. ત્યારે ગેરકાયદે પ્રવૃત

સુરત/ લિંબાયતમાં અસામાજિક પ્રવૃતિઓ કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ, આરોપીઓએ બે હાથ જોડી માગી માફી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃતિઓ કરનારા વધી ગયા છે. ત્યારે ગેરકાયદે પ્રવૃતિઓ પર લગામ કસવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવાનું શરૂ કરાયું છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ગેરકાયદે રીતે નશાકારક સીરપનું વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું સરઘસ કઢાયું હતું. જેમાં આરોપીઓ બે હાથ જોડીને માફી માગતા દેખાયા હતાં.

ગુનેગારોનો વરઘોડો

નશાકારક સીરપનું વેચાણ સહિત અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરનારા ઝડપાયા હતા. લિંબાયત કમરૂ નગર આવાસની કુખ્યાત M.S. Company ગેંગનાં મુખ્ય મલિક અને એના સાથી સમીર લારાને લિંબાયત પોલીસ સાંજે વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડામાં આરોપીઓ લોકોની બે હાથ જોડી માફી માગતા દેખાયા હતાં. શરમથી માથું ઝૂકી ગયેલી હાલતમાં આરોપીઓ દેખાયા હતાં.

લોકોમાં ડર દૂર કરવા પ્રયાસ

લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર આરોપીને જાહેરમાં ફેરવીને ઔકાત દેખાડવા પ્રયાસ કરાયો હતો. કાયદાનું ભાન કરાવાતા આરોપીઓની સાથે અન્ય તત્વોની સાન પણ ઠેકાણે આવે તે રીતે ફેરવવામાં આવ્યાં હતાં. જેથી કરીને આરોપીઓ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતાં અટકે તેવા કાર્યની લોકોએ પણ સરાહના કરી હતી.

આ સમાચાર શેર કરો