સુરત/ રેલવેમાં નોકરી કરતાં આધેડનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, પત્ની અને બે બાળકો વતન રાજસ્થાનમાં રહેતા
સુરતમાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિ

સુરતમાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સીમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. એકલા રહેતા આધેડના મોતને 24 કલાક વિતી જવા બાદ જાણ થઈ હતી. આધેડની પત્ની અને બે બાળકો વતન રાજસ્થાનમાં રહેતા હતાં. હાલ ડિંડોલી વિસ્તારમાં પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.
મૃતદેહ મળી આવતાં ચકચાર
ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે આધેડનો મૃત દેહ મળી આવ્યો છે. માનસી રેસિડેન્સીના રૂમ નંબર 410માંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. 46 વર્ષીય આધેડનું નામ પંકજકુમારસિંહ છે. જેઓ રેલવેમાં નોકરી કરતા હતા. સોનગઢ તરફ રેલવેમાં પંકજકુમારસિંહ નોકરી કરતાં હતાં. આધેડ છેલ્લા ઘણા સમયથી માનસી રેસિડેન્સી ખાતે એકલા રહેતા હતાં. આધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
પરિવારથી દૂર એકલા રહેતા હતા
શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. આધેડ આશરે 24 કલાકથી વધુ સમય પહેલા મૃત પામેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. જે હાલ રાજસ્થાનમાં રહે છે. આ સમગ્ર મામલાની જાણ ડિંડોલી પોલીસને તથા ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.






