સુરત/ હોસ્પિટલમાં આધેડ દર્દીના મોતથી પરિવારજનોનો હોબાળો, ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ
સુરત કતારગામ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવાર જનોનો હોબાળો મચાવ્યો હ

સુરત કતારગામ વિસ્તારમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં આધેડ દર્દીનું મોત થતા પરિવાર જનોનો હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોએ આક્રંદ સાથે હોસ્પિટલ અને તબીબો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતાં.
પરિવારજનોએ કહ્યું કે, ગતરોજ તેમના સ્વજનને તાવની બીમારીને લઈને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યાં હતાં. મૃતકના પરીવારજનોએ કહ્યું કે, તેમના સ્વજનની મોડી રાત્રે વધુ તબિયત લથડી હતી. રાત્રિ દરમિયાન હાજર આસિસ્ટન્ટ ડૉક્ટર દ્વારા પેઈન કિલર અપાતા પેશાબના ભરાવાના કારણે મોત થયું હોવાના દર્દીના પરીવારજનોના ડૉક્ટર સામે વધુમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
હોબાળો થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં મૃતકના પરિવારજનોએ ડૉક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારી દેવાની માગ કરી હતી. સાથે જ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બૉડી નહીં સ્વીકારીએ તેવી વાત ઉચ્ચારી હતી.






