મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મિત્ર સાથે ચા-નાસ્તાના ઝઘડામાં મળ્યું મોત, સુરતમાં મિત્રની હત્યા કરનાર આ રીતે ઝડપાયો

સુરતના ખટોદરા વિસ્તારમાં ગત 31મી માર્ચના રોજ એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હત

મિત્ર સાથે ચા-નાસ્તાના ઝઘડામાં મળ્યું મોત, સુરતમાં મિત્રની હત્યા કરનાર આ રીતે ઝડપાયો

સુરતના ખટોદરા વિસ્તારમાં ગત 31મી માર્ચના રોજ એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે અજાણ્યાની તપાસમાં મૃતકનું નામ શંકર કંચન પટેલ હોવાનું સામે આવ્યું હતુ. શંકર કંચન પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સામે આવ્યું કે, આ વ્યક્તિને માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેવાના કારણે તેનું મોત થયું છે. જેથી પોલીસ દ્વારા શંકર પટેલની હત્યા કોણે અને શા માટે કરી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.

શંકર કંચન પટેલ રાત્રે ગમે ત્યાં સૂઈ જતો હતો. તેનું ખાસ કોઈ ઠેકાણું નહોતું. જેથી તપાસ કરનાર ટીમને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, શંકર પટેલને ઓડિશાના વતની વિજય શાહુ સાથે મિત્રતા હોવાનું સામે આવ્યું હતું. બન્ને વચ્ચે છેલ્લી મુલાકાત પણ રાત્રીના સમયે થઈ હતી. જેમાં બન્ને વચ્ચે ચા-નાસ્તાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જ વિજય શાહુએ હત્યા કરી નાખી હતી. બાદમાં તે નાસી ગયો હતો. આથી પોલીસે ટીમ બનાવીને વિજય શાહુને ઝડપી લીધો હતો. 

વિજય શાહુને રૂપાલી સોસાયટી સોમનાથ ચાની હોટલ આગળ શૌચાલય પાસે ખટોદરા પંચશીલ નગર ખાતેથી ઝડપી લેવાયો હતો.વિજયની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે,  ચા નાસ્તાને લઈ ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી શંકર પટેલની ચા ઢોળી નાખી હતી. જેની અદાવત રાખીને શંકર પટેલ કૈલા કેટર્સના ગોડાઉન પાસેથી ગુસ્સામાં ખેંચીને કોમલ ઈન્ટરનેશનલ બિલ્ડીંગ સામે આવેલા પાલિકાના બજારના ખુલ્લા પ્લોટમાં લઈ ગયા હતાં. ત્યાં રાત્રિના અંધારાનો લાભ લઈને માથાના ભાગે પથ્થર વડે માર મારીને હત્યા કર્યાની કબુલાત કરી હતી. 

આ સમાચાર શેર કરો