કાર ભાડે આપતાં પહેલાં ચેતવા જેવો કિસ્સો, સુરતમાં માલિકની જાણ બહાર થયું આવું..
સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોતાની માલિકીની કાર ભાડે આપવાનો ટ્રેન્ડ વધી ર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોતાની માલિકીની કાર ભાડે આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે ભરોસા પાત્ર વ્યક્તિ સિવાય કાર આપતાં પહેલાં ચેતવા જેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં કાર ભાડે લેનાર ભેજાબાજે બારોબાર કાર વેચી મારી હતી. જેથી ઘણા દિવસો બાદ પણ કાર પરત ન આવતાં છેતરાયાં હોવાની જાણ થતાં માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાર ભાડે આપી હતી
કામરેજ ખાતે રહેતા યુવક પાસેથી હુન્ડાઈ કંપનીની એલેન્ટા ફોર વ્હીલ ગાડી ભાડે લેનાર યુવકે બારોબાર ગાડી વેચી નાંખી છેતરપિંડી કરી છે. જેથી ભોગ બનનાર વ્યક્તિએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ કરતાં કિમીયો સામે આવ્યો
કામરેજ શ્યામનગર સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના વતની ૨૬ વર્ષીય દર્શન હસમુખ માંગરોલીયા પાસેથી સોહીલ અશોક ઠેસીયા નામનો વ્યકિત અગાઉ બે ત્રણ વખત બાઈક ભાડેથી લઈ પરત સમયસર આપી જતો હતો. સોહીલ ગત તા ૮ ફેબ્રુઆરીના રોજ હુન્ડાઈ કંપનીની એલેન્ટા ફોર વ્હીલ ગાડી ભાડે લઈ ગયો હતો. ઘણા દિવસ થવા છતાંયે સોહીલ ગાડી પરત આપી નહી જતા દર્શન માંગરોલીયાએ તપાસ કરૂ હતી. જેમાં ગાડી સોહીલે બબાજી હરદાસજી ઠાકોરને બારોબાર વેચી દીધી હોવાનું બહાર આવ્યું હતુ. સોહીલે ભાડેથી ગાડી લીધા બાદ બારોબાર વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતા દર્શનએ ગતરોજ પોલીસમાં સોહીલ ઠેસીયા સામે ફરિયાદ નોંધાવી હતી.








