મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચિભડાં કરતાં બીજ મોટું/ સુરતમાં કેસર કેરી કરતાં સસ્તામાં વેચાતો રસ, આરોગ્ય વિભાગે દરોડા પાડી લીધાં સેમ્પલ 

ગુજરાતીમાં કહેવત છે કે, ચિભડાં કરતાં બીજ મોટું.. આ ઉક્તિ ચરિતાર્થ થતી જોવા મળી રહી છે.

ચિભડાં કરતાં બીજ મોટું/ સુરતમાં કેસર કેરી કરતાં સસ્તામાં વેચાતો રસ, આરોગ્ય વિભાગે દરોડા પાડી લીધાં સેમ્પલ 

ગુજરાતીમાં કહેવત છે કે, ચિભડાં કરતાં બીજ મોટું.. આ ઉક્તિ ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. હજુ બજારમાં જોઈએ એટલી કેરી આવી નથી, જ્યાં મળે છે. ત્યાં ભાવ આસમાને છે. ત્યારે ઉનાળો શરૂ થતાં શહેરમાં કેરીના રસનું ઠેર-ઠેર વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે, નવાઈની વાત એ છે કે હાલમાં બજારમાં કેસર કેરીનો ભાવ 200થી 250 રૂપિયે કિલો છે ત્યારે અનેક દુકાનોમાં રસ માત્ર 140થી 180 રૂપિયે કિલો વેચાઈ રહ્યો છે. 

17 નમૂનાં લેવાયા

મોંઘી કેરી કરતાં સસ્તામાં રસ વેચાઈ રહ્યો હોવાથી ભેળસેળ થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જેથી પાલિકાના ફૂડ વિભાગે સક્રિય થઈને 12 દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ. જેમાં મેંગો મિલ્ક શેકનાં 17 નમૂનાં લઇ લેબમાં મોકલાયાં છે. કેટલાક દુકાનદારો રસમાં ખાંડ અને દૂધ ઉમેરતા હોય છે. સાથે તેમાં કેટલાક એસેન્સ અને કલર પણ મેળવતા હોવાની ફરિયાદ છે.

રિપોર્ટ મોડા આવતા હોવાની રાવ

સ્થાનિક લોકોએ કહ્યું કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. સમયસર નમૂના લેવાય છે. પરંતુ બાદમાં આ જ નમૂનાનો રિપોર્ટ આવવામાં પણ ખૂબ સમય લાગી જતો હોય છે. જેના કારણે સિઝન વિતી જાય ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તો પણ તેનો કોઈ જ અર્થ રહેતો નથી. જેથી ભેળસેળિયાઓને છૂટો દૌર મળી જતો હોવાનું તેઓ માની રહ્યાં છે.

આ સમાચાર શેર કરો