મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: ગોડાદરા ડબલ મર્ડર મામલો, પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની ગોળીથ

Surat news: ગોડાદરા ડબલ મર્ડર મામલો, પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની ગોળીથી ઘાયલ થયેલા મુખ્ય આરોપી શિવા ટકલા વિરુદ્ધ હવે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પર હુમલો કરવા જતા સબ ઇન્સ્પેક્ટરે આત્મરક્ષામાં તેના પગમાં ગોળી ચલાવી હતી.

બે આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા

ગતરોજ સાંજે ગોડાદરા પોલીસે હોસ્પિટલમાંથી રજા મળતા જ શિવા ટકલાની ધરપકડ કરી હતી. આ કેસમાં તેની સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા છે. ડબલ મર્ડર કેસને લઈને વિસ્તારમાં ભારે ચકચાર છે અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો