મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: ગજેરા બંધુઓની ઊંઘ હરામ, બિલ્ડરની એકબીજાની લડાઈ PM સુધી પહોંચી

સુરતના જાણીતા પ્રવીણ અગ્રવાલનો PMOને પત્ર હાલ ચર્ચાનો વિષય છે. આ પત્રને લઈ લક્ષ્મી ગ્રુપ પ

Surat News: ગજેરા બંધુઓની ઊંઘ હરામ, બિલ્ડરની એકબીજાની લડાઈ PM સુધી પહોંચી

સુરતના જાણીતા પ્રવીણ અગ્રવાલનો PMOને પત્ર હાલ ચર્ચાનો વિષય છે. આ પત્રને લઈ લક્ષ્મી ગ્રુપ પર IT (ઈનકમ ટેક્ષ)ની તવાઈ જોવા મળી છે. તેથી ગજેરા બંધુઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેમ કે, આ પત્ર સાથે 2000 કરોડના કૌભાંડના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર હોંગકોંગથી રૂપિયા વ્હાઈટ થઈ સુરત પાછા આવ્યા હતા. પ્રવીણ અગ્રવાલે કોઈ સામાન્ય અધિકારીને નહીં, પણ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આની જાણકારી આપી હતી. 

PMO સ્તરેથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં રોકડનો વરસાદ થાય છે અને તે નાણાં કાગળ પર ક્યાંય દેખાતા નથી. આ પત્રમાં 2000 કરોડના આંકડા સાથેના પુરાવાઓ જોઈને PMO સ્તરેથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા જે આ રેડનું મુખ્ય કારણ બન્યું. PMOને લખેલા પત્રનો સૌથી ખતરનાક મુદ્દો પંજાબ નેશનલ બેંકના કૌભાંડી મેહુલ ચોક્સી સાથેના સંબંધો હતા. 

પ્રવીણ અગ્રવાલે દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીના 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' ગજેરા બંધુઓના પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવ્યા હતા. આઈટી અને ડીડીઆઈ વિંગ હવે એ તપાસી રહી છે કે શું આ પ્રોજેક્ટ્સમાં ખરેખર દેશના ટેક્સપેયર્સના લૂંટાયેલા નાણાં રોકાયેલા છે? આ લિંક દેશની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે.

રોકાણ કરનારાઓમાં ડરનો માહોલ

ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારાઓમાં હવે ડરનો માહોલ છે. પ્રવીણ અગ્રવાલના પત્ર બાદ ગ્રુપની શાખને મોટો ફટકો પડ્યો છે. અનેક રોકાણકારો હવે પોતાના નાણાં પાછા ખેંચવાની પેરવીમાં છે. જો એજન્સીઓ મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કરશે, તો આ ગ્રુપના અનેક ચાલુ પ્રોજેક્ટ્સ અટવાઈ શકે છે. આ કેસે સાબિત કર્યું છે કે ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલું સામ્રાજ્ય ગમે ત્યારે પત્તાના મહેલની જેમ તૂટી શકે છે.

આ સમાચાર શેર કરો