Sabarkantha news: ઇડર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઇડર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન

ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઇડર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. જયશ્રીબેન નીનામા નામની મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પોલીસકર્મીઓએ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી છે, જે બાદ વધુ સારવાર અર્થે તેણીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.
ચાલુ ફરજે આત્મહત્યાનો પ્રયાસ
મહિલા શા માટે આ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયામાં ગુજરાતમાં ત્રણ કોન્સ્ટેબલોએ આત્મહત્યા કરી હતી, જો કે મહિલા કોન્સ્ટેબલ ચાલુ ફરજે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મંથકમાં ચકચાર મચી છે.




