મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ તાંત્રિક વિધિના નામે પડાવ્યા હતા લાખો રૂપિયા, રાજસ્થાનથી ઝડપાયો ધૂતારો

ભૂત-ભુવા અને ડાકલાં સાથે પરંપરાગત રીતે તાંત્રિકો લોકોને છેતરતાં હતાં. પરંતુ સુરત

સુરત/  તાંત્રિક વિધિના નામે પડાવ્યા હતા લાખો રૂપિયા, રાજસ્થાનથી ઝડપાયો ધૂતારો

ભૂત-ભુવા અને ડાકલાં સાથે પરંપરાગત રીતે તાંત્રિકો લોકોને છેતરતાં હતાં. પરંતુ સુરત પોલીસે રાજસ્થાનથી એક એવા તાંત્રિકને ઝડપ્યો છે જે સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકોને છેતરતા હતા.આ કથિત તાંત્રિકોએ સુરતના અડાજણ વિસ્તારના એક યુવકને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. બાદમાં તેના ઘરમાંથી ખરાબ આત્મા અને દટાયેલું સોનું બહાર કાઢવાના નામે વિધી કરવી પડશે તેવી વાત કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા.

સોશિયલ મીડિયા દ્વારા તાંત્રિકે પડાવ્યા રૂપિયા

મળતી વિગતો મુજબ 34 વર્ષીય યુવક રાકેશભાઈ(નામ બદલેલ છે) સુરતના અડાજણ વિસ્તારમાં રહે છે. રાકેશભાઈ ઈચ્છાપોરની કાર કંપનીમાં સર્વિસ એક્ઝિક્યુટીવ હતાં. તેમને સતત માથામાં દુઃખાવો રહેતો હતો. વારંવાર નોકરી છૂટી જતી હતી. સાથે ખરાબ સપના આવતા હતાં. જેથી રાકેશભાઈ સતત તણાવમાં રહેતાં હતાં. રાકેશભાઈ પોતાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઈચ્છતાં હતાં. જેમાં તેમને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક પર એક જાહેરાત જોવા મળી હતી. 

આ જાહેરાતમાં ઘરમાંથી ખરાબ આત્માઓ બહાર કાઢવા અને ઘરમાં દટાયેલા સોનાને બહાર કાઢવાની લાલચ અપાઈ હતી. જાહેરાત જોઈને રાકેશભાઈએ સંપર્ક કર્યો હતો. સામેથી ઉજ્જૈનના તાંત્રિક મુનિષકુમારે અલગ અલગ વિધી કરવા માટે રૂપિયા માંગ્યા હતાં. જેથી રાકેશે આ રૂપિયા યુપીઆઈથી અલગ અલગ રીતે આપવાનું શરૂ કરી દીધું હતું.

તાંત્રિક ધાર્મિક વિધીનો ડોળ કરતો

તાંત્રિકને ટુકડે ટુકડે 15.51 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ રાકેશને કોઈ ફાયદો થયો નહોતો. આથી તેણે તાંત્રિકને મળવા તથા રૂપિયા પરત લેવાની માગ કરી હતી. જેથી તાંત્રિક મુનિશકુમાર અલગ અલગ બહાના કાઢી રહ્યો હતો. પરંતુ રાકેશ પાછળ પડી ગયો હોવાથી એકવાર મુનેશકુમાર તેને મળવા માટે સુરત આવ્યો હતો. ધાર્મિક વિધીનો ડોળ કરીને તાંત્રિકે રાકેશ અને તેના પરિવારને ભરમાવ્યો હતો. બાદમાં વધુ રૂપિયા લઈને તે જતો રહ્યો હતો. આ દરમિયાન રાકેશને છેતરાયો હોવાની જાણ થતાં પોલીસમાં સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીને રાજસ્થાનના ચુરુથી મુનેશકુમાર વિશ્વનાથ ભાર્ગવ અને તેના મળતિયા મનોજ ઓમપ્રકાશ ભાર્ગવને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો