સુરત/ ટેક્સટાઈલ માર્કેટની દુકાનમાં પૂર્વ કર્મચારીએ લાખો રૂપિયાની લાલચમાં કરી ચોરી
સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં રોજનો અઢળક વેપાર થાય છે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપતી આ ટેક્સટા

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં રોજનો અઢળક વેપાર થાય છે. મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપતી આ ટેક્સટાઈલ માર્કેટમાં તસ્કરો પણ પોતાની કળા કરવા માટે ટાપ માંડીને બેઠા હોય છે. ત્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ઘરફોડ ચોરી કરનાર પૂર્વ કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાની લાલચમાં આવી જઈને ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જો કે, પકડાઈ જતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો છે.
બે વર્ષ અગાઉ કામ કરતો
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ સાંઈ ડ્રેસીસ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વ કર્મચારી દિનેશ પુરોહિત આ દુકાનમાં બે વર્ષ અગાઉ કામ કરતો હતો. આ દરમિયાન દુકાનમાં રોજની લાખોની આવક અને નફાને જોઈને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે તેણે મોકો જોઈને ચોરી કરી હતી.
મુદ્દામાલ કબ્જે કર્યો
દિનેશ પુરોહિતે ચોરી તો કરી લીધી હતી. પરંતુ ચોરીમાં મુદ્દામાલ ખાસ હાથ લાગ્યો નહોતો. જો કે, પોલીસના હાથ પકડાયેલા દિનેશ પુરોહિત પાસેથી કુલ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોતાની કબૂલાતમાં દિનેશે પોલીસને કહ્યું કે, લાખોનો નફો જોઈને પ્લાન બનાવ્યો હતો. પરંતુ હાથમાં કંઈ ખાસ લાગ્યુ નહીં. હાલ પોલીસે દિનેશની સાથે કોણ કોણ સામેલ હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.








