મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના રસ્તા પર ફરજ બજાવતાં કર્મચારીઓને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવવા પ્રયાસ, યુવકોએ કર્યુ સરબતનું વિતરણ

ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે

સુરતના રસ્તા પર ફરજ બજાવતાં કર્મચારીઓને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવવા પ્રયાસ, યુવકોએ કર્યુ સરબતનું વિતરણ

ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ધોમ ધખતા તાપમાં પણ રસ્તા પર ફરજ બજાવતાં કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે યુવકોનું ગ્રુપ આગળ આવ્યું હતું. આ યુવકોના ગ્રુપ દ્વારા શહેરના રસ્તા પર બે દિવસ સુધી ફરીને કર્મચારીઓને ઠંડી સરબત પીવડાવ્યાં હતાં.

સમગ્ર શહેરમાં વિતરણ કરાયું

નિકુંજ, હરિકૃષ્ણ, જયદીપ, અક્ષિત, જીજ્ઞેશ અને પ્રદિપ ભુવા એમ છ યુવકોએ મળીને અનોખો પ્રયાસ કર્યો હતો. જેમાં રસ્તા પર ખરા તડકામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ અને ચૂંટણી માટે ઉભા કરાયેલા બૂથના કર્મચારીઓને ગરમીમાં ઠંડક આપતાં સરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરીને સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.

કચરો ન થાય તેનું ધ્યાન રખાયું

પ્રદિપ ભુવાએ કહ્યું કે, શહેરનું તાપમાન વધતું જાય છે તેમ તેમ લોકો કામ ધંધે પણ બપોરના સમયે બહાર નીકળવાનું નામ નથી લેતા. ત્યારે ફરજના ભાગરૂપે રસ્તા પર ઉભા રહેતા જવાનો માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું. જેથી અમારી ટીમે કારમાં સરબત લઈને નીકળવાનું નક્કી કર્યું હતું. ડિસ્પોઝલ ગ્લાસમાં બધાને સરબત આપવામાં આવ્યું હતું. વળી સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખતાં તે ગ્લાસને કારમાં જ ગાર્બેઝ બેગમાં મૂકી દેવામાં આવતો હતો. સરબત પીડવાવ્યા બાદ સુરક્ષાકર્મીઓ સહિતનાના ચહેરા પર અનેરી ઠંડકની લાગણી જોવા મળતી હતી.

આ સમાચાર શેર કરો