સુરત/ DGVCLના સ્માર્ટ મીટરમાં બેલેન્સ ઓછું થતા આવશે મેસેજ, આટલા માઈનસ રૂપિયામાં કપાશે કનેકશન
મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહી છે. ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીન

મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહી છે. ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનના બિલ માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં છે. સ્માર્ટ મીટરમાં લોકોએ પ્રી-પેઈડ ચાર્જ કરવાનું રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવી રહી છે. ત્યારે આ મીટર એપ્લિકેશન સાથે કનેક્ટ હશે. જેથી જેમ જેમ બેલેન્સ ઓછું થશે તેમ 300 રૂપિયાથી મેસેજ આવતાં રહેશે.
ગ્રાહકોએ કંપની સુધી નહીં જવું પડે
દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રી-પેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઇ છે. પીપલોદ વિસ્તારના સુમન શેલ એપાર્ટમેન્ટના 825 મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યાં છે. કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેળવે ઉકેલી શકાશે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવું નહીં પડે.
23.89 મીટર લગાવાશે
મોબાઇલમાં જ ઓનલાઇન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે. ડીજીવીસીએલ દ્વારા 2636.24 કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યો છે. ઘર ,સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેસમાં 17.73 અને બીજા ફેસમાં 23.89 લાખ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે.
આટલા બેલેન્સમાં કનેક્શન કપાશે
ડીજીવીસીએલના એન્જિનિયર આનંદ પટેલએ કહ્યું કે, આ સ્માર્ટ મીટર છે. જૂના મીટર જેવા જ છે. આમાં ટૂ વે કોમ્પ્યુનિકેશન થાય છે. મોબાઈલ એપ્લિકેશનમાં ડિટેઈલ ભરાશે. 4 જગ્યાએ ચેક થાય છે. ત્યારબાદ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ગ્રાહકને પાછલા દિવસના દર અડધા કલાકે તેના વપરાશ અંગેની વિગતો મળતી રહેશે. એલર્ટ પણ મળતા રહેશે. બેલેન્સ કેટલું બાકી રહ્યું તેના મેસેજ મળશે. 200થી લઈને માઈનસ 200 અને 300માં પણ મેસેજ મળશે. ત્યારબાદ કનેક્શન કપાઈ જશે. પાવર સપ્લાય ચાલુ દિવસમાં 10થી 4માં જ કપાશે. ક્રેડિટ કાર્ડથી લઈને તમામ ઓપ્શનમાં પેમેન્ટ કરવાના ઓપ્શન રહેશે.








