મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ BRTS બસે મોપેડ ચાલક મહિલાને ટક્કર મારતાં રસ્તા પર બબાલ, ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક જામ

સુરત શહેરની સામૂહિક પરિવહન સેવામાં આજે વધુ એક અકસ્માતનો ઉમેરો થયો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસે ટક

સુરત/ BRTS બસે મોપેડ ચાલક મહિલાને ટક્કર મારતાં રસ્તા પર બબાલ, ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા ટ્રાફિક જામ

સુરત શહેરની સામૂહિક પરિવહન સેવામાં આજે વધુ એક અકસ્માતનો ઉમેરો થયો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસે ટક્કર મારતા મહિલાનો જીવ માંડ બચ્યો હતો. આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેથી થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતનો સીલ સીલો યથાવત

સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાશવારે અકસ્માત સર્જી રહી છે. પાલિકા દ્વારા ડ્રાઇવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માતનો સિલસિલો અટકતો નથી. આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે BRTSના ચાલકે મહિલાની મોપેડને અડફટેમાં લીધી હતી.

ઝઘડો જોવા લોકો ભેગા થયા

સદનસીબે આ અકસ્માતમાં મહિલા ને કોઈ ઈજા થઈ ન હતી. જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત બાત ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો