સુરત/ પરિવાર પર એસિડ નાખીને પત્નીની હત્યા કરી, પેરોલ પર નાસી ગયો ને દોઢ વર્ષે ઝડપાયો
સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર પર એસિડ ફેંકીને પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ કેસ

સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર પર એસિડ ફેંકીને પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ કેસમાં લાજપોર જેલમાં બંધ આરોપી છગનવાળાએ દોઢ વર્ષ અગાઉ પેરોલ 7 દિવસની રજા લઈને બહાર આવ્યો હતો. ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આખરે છગન વાળાને ગાંધીનગરથી દબોચી લેવામાં આવ્યો છે.
પરિવાર પર મધરાતે એસિડ છાટ્યું હતું
છગન વાળાએ વર્ષ 2019માં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો. આથી પત્ની હંસા અને પુત્ર તથા બે દીકરીઓ તેને ટોકતા હતાં. આ વાતનું માઠું લગાડી પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું. રાત્રિના 3 વાગ્ય ભરનિંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ પરડતાં તમામ દાઝી ગયાં હતાં. પત્ની સહિત ત્રણેય સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો. આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત નીપજ્યું હતું.
ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો
લાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડ વાળા ગાંધીનગરના દહેગામ નજીક ઝાક ગામમાં રહેતો હતો. અહિં છગન એસ.એમ. ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








